About College
કોલેજ ની ઝરમર
શ્રી સવૉદય ઍજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ. એન. મહેતા આટૅસ કોલેજ, વષૅ ૧૯૫૯-૬૦ થી કાયૅરત છે. જેનુ ઉદ્ઘાટન તા.૧૫-૬-૧૯૬૦ ના રોજ મોરબી વિસ્તાર ના તત્કાલીન ધારાભ્યશ્રી તથા ગાંધી માનનીયશ્રી ગોકળદાસભાઇ પરમાર ના હસ્તે થયેલ. આ પાંચ દાયકા ના ૫૩ વષૅમા અનેક સિધ્ધિઓ આ સંસ્થાએ હાંસલ કરેલ છે. પ્રગતિ પ્રસ્થાપના અનેક સીમા ચિન્હો પ્રાપ્ત કરેલ છે, જે આ કોલેજનુ અસાધારણ ગૌરવ છે.
ધ્યેય (ગોલ)
આ સસ્થા નવી પેઢીને જાતિ, સપ્રદાય, રંગભેદ અને લિંગભેદ વગરનુ શિક્ષણ આપી, ઉચ્ચ શિક્ષણ ઘરે ઘરે પહોચાડવા માગે છે, જેથી તેઓ રોજગારની વિવિધ તકો માટે તૈયાર થાય અને સારા નાગરિક તરીકે તંદુરસ્તી લોકશાહી દેશ મટે મહત્વનો ભાગ ભજવી શકે.
હેતુ (મિશન)
૧. વિધાર્થીને ગુણવતા પૂર્ણ શિક્ષણ આપવુ અને તેમના વ્યકિતત્વનો વિકાસ કરવો.
૨. દેશની માનવશકિતની જરૂરીયાત પુરી પાડતી અને તેમને આતરરાષ્ટ્રિય કક્ષાએ આગળ લાવવા.
૩. સંસ્થાને સારી રીતે વિકસાવવી.
૪. ઉધોગ અને સસ્થા વચ્ચે સારા સબંધ કેળવવા.
૫. ભૂતપૂર્વ વિધાર્થીઓને નોકરીની મહતમ તકો માટે અથવા ઉચ્ચશિક્ષણ માટે તૈયાર કરવા.
આ કોલેજની ત્રેપન વર્ષની યાત્રામા અનેક સીમાચિન્હ સિધ્ધિઓ છે. કોલેજનુ સંચાલન કરતી સોસાયટીના મહાનુભાવોની હકારાત્મક દ્રષ્ટિમાથી આવુ વાતાવરણ ઉભુ થયેલ છે. શ્રી પ્રદિપભાઈ વોરા અને શ્રી રજનીકાંત એસ. મહેતાનુ સાતત માર્ગદર્શન મળતુ રહે છે, તેમજ કોલેજ પ્રવ્રતિમા તેઓ શ્રી હમેશા રસ લે છે. તેમની સુઝભરી દ્રસ્ટિનો લાભ કોલેજને વિકાસના પથે દોરવામા સંપૂર્ણ યોગદન મળતુ રહે છે. આ કોલેજના ઈ. આચાર્ય શ્રી. ડો. એલ. એમ. કંઝારિયા સતત દરેક પ્રવ્રુતિને પ્રેરણા આપતા રહે છે.
સંસ્થામા ચાલતા અભ્યાસ ક્રમો
મુખ્ય વિષયઃ- ગુજરાતી અથવા અર્થશાસ્ત્ર
ફરજિયાત વિષયઃ- હિન્દી અથવા અંગ્રેજી
ગૌણ વિષયઃ- રાજયશાસ્ત્ર અને માનસશાસ્ત્ર
ફરજિયાત વિષયઃ- સંસ્કૃત (ફકત F.Y.B.A.)
સંસ્થાની સીમાચિન્હ બાબત
શ્રી યુ.એન. મહેતા આર્ટસ કોલેજની સ્થાપના ૧૯૬૦ મા ઉચ્ચ શિક્ષણ દ્વારા સમાજના સારા નાગરિકોનુ પ્રદાન કરવાના ધ્યેય સાથે આ શરૂઆત કરવામા આવેલ, સંસ્થામા અત્યાર સુધીમા સીમાચિન્હ રૂપી ઘટનાઓ બની છે. તેને વર્ણવવામા અમે ગૌરવ અનુભવીએ છીએ.
(૧) નેક દ્વારા આ કોલેજને ‘B’ ગ્રેડ પ્રાપ્ત થયેલ છે, જે કોલેજનુ ગૌરવ છે.
(૨) આ સંસ્થાના N.S.S. વિધાર્થીઓ દ્વારા મોરબી તાલુકાના નારણકા ગામને સંપૂણ સાક્ષર બનાવવામા આવેલ છે.
(૩) આ સંસ્થા અતર્ગત બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સેન્ટરની સ્થાપના કરવામા આવેલ છે. જેમા નોકરી કરતા તથા આ કોલેજના અન્ય વિધાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરવાની તક મળે છે.
(૪) ઈન્ફોરમેશન ટેકનોલોજી કોમ્યુનીકેશન સ્ટડીસેન્ટરની સ્થાપના કરવામા આવેલ છે. જેમા આજના યુગની જરૂરીયાત માટે કોમ્પ્યુટરનુ સામાન્ય જ્ઞાન આપવામા આવેછે.
(૫) કેટલીક ઉચ્ચતમ જગ્યાઓ આ કોલેજના વિધાર્થીઓ શોભાવે છે. જેવી કે મેજીસ્ટ્રેટ, વાઈસ ચાન્સેલર, પ્રિન્સીપાલ, અધ્યાપક, બેંક મેનેજર ઈન્સપેકટર, ચીફ ઓફિસર જેવી ઉચ્ચ પદવીઓ આ કોલેજના વિધાર્થી ભાઈ – બહેનો શોભાવી રહયા છે.
(૬) આ કોલેજની વિધાર્થીની કીર્તિ બી. કાજીયાએ લિમકા બુક ઓફ નેશનલ રેકોર્ડ વર્ષ ૨૦૦૯ મા નામ નોધાવી સિધ્ધી પ્રાપ્ત કરેલ છે. જેમા આખે પાટા બાધી એક હાથેમા આઠ કાતર વડે વાળ કાપવાની અનોખી શૈલીની વિશેષતાની આગવી કળા નિપણતા અંગે તેની આ વિશેષ સિધ્ધી માટે મોરબીની શ્રી યુ. એન. મહેતા આર્ટસ કોલેજ અને સૌરષ્ટ્ર યુનિવર્સિટીનુ રાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કરતા શ્રી સર્વોદય એજયુકેશન સોસાયટી સંસ્થાનુ નામ રોશન કરેલ.
(૭) આ કોલેજના વિધાર્થી પરમાર હાર્દિક ટી. તેમનો આગવી મૌલીક થી બોટમમા વિવિધ મોડલ બનાવી પ્રદશિત કરેલ છે. જેને ઈ.ટી.વી. તથા અન્ય ટી.વી. ચેનલમા બહોળી પ્રસિધ્ધિ મળેલ છે.